શરીર અને મનની તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી!
૧ ) વાડકી વાર ને રાતભર પલાળી રાખો.
૨ ) પાણી નીતારી બે નાના કુંડામાં વાવો (અલુણાના જવારા ની જેમ )
૩ ) સીધો આકરો તડકો ન પડે તેમ કુંડા રાખો.
૪ ) દિવસમાં એક વાર પાણી છીડકો.
૫ ) ૪-૬ દિવસમાં વરડુ મહોરશે.
૬ ) કુંડામાં થી કાઢી બરાબર ધોઈ શાક ( પાંદડા આને દાંડી ઝીણી સમારેલી) બનાવો.
૭ ) સહેજ તેલ અને હીંગ નો વધારો કરી ખપ પુરતું પાણી , મીઠું , હળદર , લસણ , મરચું (જરુરી લાગે તો) . (આજ રીતે મગ / મઠ / ચોળી / વટાણા નું વરડુ પણ ઉગાડી ને વાપરો) ભાજીના બધા ગુણ સાથે પ્રોટીન પણ મળશે.
શાકના ભાવ ચઢી રહ્યા છે ત્યારે ફાયદો થશે. પ્રવૃત્તિ માં મન જોડાશે તો હળવાશ રહેશે.
તમારી રેસિપી બનાવો , સ્વાદ કેળવો વપરાશ વધારો!
Very useful! 👍