top of page
Pandemic ki Kahani, Photo ki Zubani
Picture by Rohan Gandhi

Winners of Pandemic ki Kahani,
Photo ki Zubani

We are very proud to share the winning entries of photo-voice competition organised in 2021 - congratulations to all winners!

Daivik N Thakkar

Bachpan Category

Below 14 yrs

IMG_20210629_211451 - DAIVIK THAKAR.jpg
Shital Patel.jpeg

Shitalkumari Patel

Youth Category

15 - 25 yrs

કોરોના વાયરસ કે જેણે આખી દુનિયાને હચમચાવી દીધી. જેણે માણસને ઘરમાં રેહવા ઉપર મજબૂર કરી દીધો. આજે માણસ પોતાના જ બનાવેલા ઘરમાં કેદી ની જેમ પુરાય ગયો. ઈચ્છા હોવા છતાં ઘરની બહાર જઈ શકતો નથી.
બાળકોનો કલાસરૂમ જાણે એક મોબાઇલ ફોનમાં સમેટાઈ ગયો છે. દર વર્ષે વેકેશનની રાહ જોતા બાળકો હવે શાળા શરૂ થવાની રાહ જુએ છે. શિક્ષકોને એક નવી પદ્ધતિથી બાળકોને ભણાવવાના છે. અને વાલીઓને એમના બાળકોને ભણાવતા ભણાવતા લાગે છે કે એ ફરીથી શાળામાં ભણવા લાગ્યા છે. સરકાર શિક્ષણ માટેનાં નવાં નવાં ઉપાયો શોધી રહી છે. સાથે મળીને પ્રયત્નો બધા જ કરી રહ્યા છે.
કેહવાય છે ને કે સમય સારો હોય કે ખરાબ એ વધારે સમય સુધી ટકતો નથી. માટે આ સમય પણ જતો રેહશે. ફરીથી એક વાર શાળાઓમાં બાળકો અને શિક્ષકોનો અવાજ ગુંજી ઉઠશે. ફરીથી બધા પોતાના કામે લાગશે અને રસ્તાઓ ઉપર ફરીથી સ્કૂલબસ દોડવા માંડશે. કાળા માથાનો માનવી કઈ પણ કરી શકે છે. આથી માણસની કોરોના ઉપર જીત અવશ્ય થશે.

Alpa Desai

Open Category

Above 26 yrs

 'દીકરીઓ,તમારી કિકિયારી વિનાની શાળામાં ખુરશીઓ આજે ગુસપુસ કરે. કે"આપણા પરની બાળકોની કૂદાકૂદ,બાળકોનું બેસવાનું કે એકની ઉપર એક ચઢાવવાની રમત"  શમણું લાગે. કાલીઘેલી ભાષામાં ફરિયાદ સાંભળવા જાણે મારા કાન દોઢ વરસથી ખૂબ તરસે..કે "આ મારી ચોટલી ખેંચે,મારી પેન લઇ લીધી".જેવી સામાન્ય વાત સાંભળવાની પણ મારા મનમાં તાલાવેલી જાગે. બાળકો online classમાં  સ્કુલમાં આવવાની જીદ કરે.ત્યારે એમની ફરિયાદ સાચી લાગે કે "દોઢ વરસમાં તેઓનાં બાળપણનાં કૂણાં શમણાં અદ્રશ્ય થઇ ગયા. રેતી,માટી,પાણીમાં છબછબિયાં અને કીટ્ટા બુચ્ચા કરવાનું ભૂલીને મોબાઇલમાં ભણતાં થઇ ગયા.૩ વરસનું ભૂલકું  મોંઢા પર ગુંગળામણ થતી હોવા છતાં માસ્ક પહેરીને social distance શબ્દ બોલી નહિં શકતાં હોવા છતાં ય અંતર રાખી ઘરમાં બેસતાં થઇ ગયા.પહેલાં મંમી કહેતી   કે " મોબાઇલ બાજુ પર મૂકીને  ભણવા બેસ" અને હવે શું કહે? "મોબાઇલ લે અને ભણવા બેસ."! છતાં હકીકત સ્વીકારવી રહી.જગતનાં લોકો  new normal નો અનુભવ કરીને પોતાની ફરજ નીભાવી રહ્યા છે.મારી શાળા જે દીકરીઓની પા..પા..પગલીથી નૂપુર સંગે છમછમ કરતી હતી તે હમણાં સૂની સૂની  ભાસે છે.મારી તારલીઓ શાળારુપી ગગનમાં ઉડવા જલ્દી આવે અને જગત હસતું રમતું થઇ જાય. બધું NEW છતાં NORMAL થઇ જાય..આ રંગબેરંગી ખુરશી પર કલ્પનારુપે બેઠેલ તમામ બાળકો શાળાએ આવી કૂદાકૂદ કરે.NEW NORMALમાં mask પાછળ રહેલું ખડખડાટ અને નિર્દોષ હાસ્ય જોવાની તક મળે.

Alpa Desai.jpeg
IMG_20200504_171404-01 - rohan gandhi.jpeg

Rohan Gandhi

Open Category

Above 26 yrs

જિંદગીની રફતાર અને આધુનિક દુનિયામાં માણસ એટલો ખોવાઈ ગયો કે ખુદ ના સગા સંબંધીઓને ભૂલી ગયો પણ કુદરતની આ હોનારતે માણસને માણસ નો સહારો યાદ કરાવ્યો.

Jayesh K Vijuda

Open Category

Above 26 yrs

આ ફોટો.. કુરુક્ષેત્ર સમસાન ભૂમિ નો છે..
જે હમણા બીજી વખત કોરોના ની લેહેર આવી હતી ત્યારનો છે..
મે ત્યાં જોયું એક મુસ્લિમ વ્યકિત આમાં મદદ કરી રહીયું છે.. જે કોય એકતા ટ્રસ્ટ ના મેમ્બર હતા..
જયારે અસંખ્ય કોરોના બોડી આવતી હતી ત્યારે આ.. ટ્રસ્ટ ના મેમ્બર એક બોવજ ઉમદા કામ કરી રહીયા હતા..
આ સમયે એવું લાગીયું કે આપડે બધા સાથે મળીને આવી વિપત્તિ માંથી પણ નીકળી જસુ... ને કોરોના ને હરાવિશું..

PXL_20210506_052256610-01_2 - Jayesh K. Vijuda.jpeg

Organized by

logo-alt.png
UHCRCE Logo with Name.jpg

Jan Manomay

Arogya Sathi

(C) 2021 UHCRCE

bottom of page